ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી છે અને આ સાથે જ સીરિઝ પર પણ કબજો કર્યો છે.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 540 રનનો લક્ષ્ય આપ્યો હતો જેને પાર કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ નિષ્ફળ રહી હતી અને બીજી પારીમાં ફક્ત 167 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈ ટેસ્ટમાં વિજય સાથે જ ભારતે એક ઈતિહાસ પણ સર્જ્યો છે. રનોના હિસાબથી કોઈ પણ ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી મોટો ટેસ્ટ વિજય છે.
અગાઉ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 337 રનથી હરાવ્યું હતું પરંતુ હવે ન્યૂઝીલેન્ડને 372 રનોથી માત આપી છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થવાની સાથે જ હવે આફ્રિકામાં ઇતિહાસ સર્જવા પર નજર બની રહી છે.