ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ મુંબઈ સહિત આજુબાજુના શહેરોમાં ભાજપ આક્રમક થઈ ગયો છે. પરંતુ હાલ મુંબઈને અડીને આવેલા મીરા-ભાંયદરમાં સ્થાનિક નેતાઓની આપસી લડાઈમાં ભાજપનો ત્યાંથી ખો નીકળી જાય એવી શક્યતા નિર્માણ થઈ છે.
મીરા-ભાયંદરમાં હાલ ભાજપમાં જબરદસ્ત ધમાસણ મચ્ચું છે. પક્ષમાં અંદર જ બે જૂથ બની ગયા છે. બંને પક્ષો એકબીજા વિરુદ્ધ શક્તિપ્રદર્શન કરીને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જેમાં એક તરફ ભાજપના જિલ્લાઅધ્યક્ષ રવિ વ્યાસ છે, તો બીજી તરફ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાનો સમાવેશ થાય છે.
છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં અંદરોઅંદર ફૂટ પડી ગઈ હતી, તેને પગલે નરેન્દ્ર મહેતા વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. ક્ષમાં હાલ એટલો વિવાદ છે કે બંને જૂથો એકબીજા સામે જાણે વિરોધપક્ષ હોય એ રીતે વર્તી રહ્યા હોવાનું કહેવાય છે.
પક્ષમાં વર્ચસ્વ સ્થાપવા નરેન્દ્ર મહેતા અને રવિ વ્યાસની લડાઈ તેની ચરમસીમાએ પહોંચી ગઈ હોવાનું પક્ષના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. રવિ વ્યાસને જિલ્લાઅધ્યક્ષ બનાવવાનું નરેન્દ્ર મહેતાને ગમ્યુ નથી. તેમના સમર્થકોએ તેની સામે વિરોધ પણ કર્યો હતો. પરંતુ પક્ષના ટોચના નેતાઓ નરેન્દ્ર મહેતાની અવગણના કરી રહ્યા હોવાનું કહેવાય છે.
લો બોલો! મુખ્ય મંત્રીની એક ટકોરને કારણે થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ અટવાઈ ગયું, જાણો વિગત
રવિ વ્યાસે શનિવારે કેન્દ્રીય નેતા કપિલ પાટીલને ભાયંદર બોલાવ્યા હતા, ત્યારે નરેન્દ્ર મહેતા અને તેમના સમર્થકોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. પોતાની તાકાત બતાવી દેવા નરેન્દ્ર મહેતાએ રવિવારે કાર્યકર્તાઓનું એક સમ્મેલન યોજ્યું હતું. જોકે ભાજપના જિલ્લાઅધ્યક્ષ રવિ વ્યાસે આ કાર્યક્રમને વ્યક્તિગત ગણાવ્યો હતો. તેમ જ સોશિયલ મિડિયા પર એવા મેસેજ પણ વહેતા કરી દીધા હતા કે આ કાર્યક્રમ સામે મીરા-ભાયંદર ભાજપને કોઈ સંબંધ નથી.