ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
ભાજપના યુપીના સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર સામે ફરી સવાલ કર્યો છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, જેમણે કેન્ડલ માર્ચ કાઢી હતી તે પણ ભારત માતાના સંતાનો છે.તેમની વાત માનવાની તો દુર રહી પણ તેમને સાંભળવા પણ તૈયાર નથી..ઉપરથી તેમના પર આ રીતે જંગલી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.જરા પોતાના દિલ પર હાથ મુકીને વિચારજાે કે તમારા બાળકો હોત તો તેમની સાથે પણ આ જ વ્યવહાર કરવામાં આવ્યો હોત? જ્યારે ખાલી જગ્યા પણ છે અને ઉમેદવારો પણ છે તો ભરતી કેમ કરવામાં આવતી નથી.રાહુલ ગાંધીએ પણ કહ્યુ છે કે, જે લોકો નોકરી માંગતા હતા તેમને યુપી સરકારે લાઠીઓ મારી છે એટલે હવે ભાજપવાળા વોટ માંગવા આવે તો યાદ રાખજાે. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ભાવિ શિક્ષકો પર લાઠીચાર્જ કરીને ભાજપ સરકારે વિશ્વ ગુરુ બનવાનો રસ્તો ખોલી નાંખ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ૩૭૦૦૦ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો છેલ્લા પાંચ મહિનાથી દેખાવો કરી રહ્યા છે.ગઈકાલે તેઓ સીએમ આવાસ તરફ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.જેમાં ૬ ઉમેદવારો ઘાયલ પણ થયા છે.યુપીમાં સહાયક શિક્ષકોની ૩૭૦૦૦ જગ્યાઓ ખાલી છે.આ જગ્યાઓ ભરવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢનારા યુવાઓ પર લખનૌમાં પોલીસે ગઈકાલે રાત્રે લાઠીચાર્જ કર્યો હતો.
દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે. સ્વાસ્થ્ય મંત્રી નો દાવો. જાણો આંકડા અહીં…