ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
સૌ પ્રથમ મંગળવારે દક્ષિણ આફ્રિકાથી પાછો ફરેલો ૩૯ વર્ષીય પ્રવાસી પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેના સેમ્પલના જીનોમ સીક્વન્સિંગની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. કાકાણીએ વધુમાં કહ્યું હતું કે આ પ્રક્રિયાનો રીપોર્ટ આગામી રવિવાર કે સોમવારે આવવાની ધારણા છે. બાકીના શંકાસ્પદ લોકોનાં સેમ્પલનું જીનોમ સીક્વન્સિંગ કરવા તે કસ્તુરબા હોસ્પિટલમાં મોકલાયાં છે.આંતરરાષ્ટ્રીય પ્રવાસીના સંપર્કમાં આવેલી અન્ય વ્યક્તિ ૩૭ વર્ષીય મહિલા છે. આ મહિલા પણ અસિમ્પ્ટોમેટિક (લક્ષણ જણાતા ન હોય તેવી) છે. તેમ છતાં અમે તેને હોસ્પિટલમાં દાખલ કરીશું એમ પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડો. મંગલા ગોમરેએ કહ્યું હતું.અન્ય પોઝિટિવ લોકોમાં દસમી નવેમ્બરે લંડનથી આવેલા એક ૨૧ વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. લંડનથી પાછો ફરેલો અન્ય પ્રવાસી ૨૫ વર્ષનો યુવાન છે. જ્યારે એક ૪૭ વર્ષીય પ્રવાસી ૨૫મી નવેમ્બરે મોરિશિયસથી આવ્યો હતો. મોરિશિયસ અને લંડનથી ગઇકાલે બુધવારે મુંબઇ આવેલા ત્રણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ જણાયા હતા. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાથી આવેલા અન્ય એક પ્રવાસીના સંપર્કમાં આવેલી એક વ્યક્તિને ગયા મંગળવારે આઇસોલેશનમાં રખાઇ હતી જે પોઝિટિવ હોવાનું માલુમ પડયું હતું. આમ આ ચાર વ્યક્તિ પોઝિટિવ હોવાની ભાળ મળવા સાથે મુંબઇમાં ઓમિક્રોન ન ામે ઓળખાયેલા કોરોનાવાઇરસના નવા સ્વરૃપનું ઇન્ફેક્શન થયાના શકમંદ લોકોની સંખ્યા પાંચની થયાનું મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. આ પાંચેય જણામાં કોવિડનાં લક્ષમો જણાતાં નથી. આમાંની એક પણ વ્યક્તિમાં ગંભીર લક્ષણો નથી. તેમ છતાં સાવચેતી ખાતર અમે તેમને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છીએ એમ વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.
હાશ! વર્ષોની મગજમારી બાદ આખરે નવી મુંબઈ એરપોર્ટનું કામ પાટે ચઢયું. જાણો વિગત