ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
તમે બંટી ચોરની વાર્તા તો સાંભળી જ હશે. જો તમે નથી પણ સાંભળી તો તમે ફિલ્મ 'ઓયે લકી ઓયે' ફિલ્મ જોઈ જ હશે, જેમાં અભય દેઓલ ખૂબ જ શાતિર રીતે ચોરી કરે છે અને સરળતાથી પકડાતો નથી. એ જ રીતે, એક શાતિર ચોરે ફાઇટર જેટ મિરાજનું ટાયર ચોરી લીધું છે, જે દુશ્મનોને ધૂળ ચડાવી દે છે. ભારતને કોઈપણ યુદ્ધમાં બાજી આપનાર મિરાજ ફાઈટર જેટના ટાયરોની ચોરી એ પોતાનામાં એક અનોખી ઘટના છે અને ચિંતાનો વિષય પણ છે. આ અંગે લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
યુપીના લખનઉમાંથી આ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોર ચાલતાં ટ્રકમાંથી ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરીને ફરાર થઈ ગયા હતા આ મામલે ટ્રક ચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ એરફોર્સ દ્વારા દેશવિરોધી તત્વોનો હાથ હોવાની આશંકા રાખીને ટ્રકચાલકની ધરપકડ કરી છે. સાથે વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રક દ્વારા ફાઈટર જેટ મિરાજને મધ્ય વાયુ કમાનના સ્ટેશન બીકેટથી 5 ટાયર જોધપુર એરબેઝ સ્ટેશન મોકલવામાં આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો.
ખેરખરમાં આ ઘટના ગત 27 નવેમ્બર રાત્રે 2 વાગ્યાની છે, જ્યારે સેના સાથે સંકળાયેલ ટ્રક જેટ પ્લેનનું ટાયર લોડ કરીને જઈ રહ્યું હતું. ટ્રક ડ્રાઈવરે પોલીસને આપેલા બયાનમાં કહ્યું કે, શહીદ પથ પર એસઆર હોટલની પાસે જામ લાગેલો હતો. તે સમયે ટ્રક પાછળ આવતી કાળા રંગની સ્કોર્પિયો કારથી બે લોકો નીચે ઉતર્યા હતા અને દોરડું કાપીને 1 ટાયર ઉતારી લીધું હતું. ટ્રાફિકને કારણે તે ટ્રક રસ્તાના કિનારે ઉભો રાખીને તેઓને પકડી શક્યો ન હતો. અને તેનો લાભ લઈને સ્કોર્પિયો સવાર ચોર ફરાર થઈ ગયા હતા.
ખરું કહેવાય, અમદાવાદમાંથી પકડાયો સાઈકલ ચોર એટલી બધી સાયકલ ચોરી કે આખું ગોડાઉન ભરાઈ ગયું. જાણો વિગત…
ચોરીની ઘટના બાદ ટ્રક ડ્રાઇવરે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. ભારતીય સેના સાથે મામલો સંકળાયેલો હોવાને કારણે તેની સંવદેનશીલતા જોતાં પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સફળતા મળી નથી. હાલ શહીદ પથથી લઈને આસપાસના તમામ રસ્તાઓના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.