અરે વાહ, મધ્ય રેલેની પેસેન્જર મોબાઇલ એપમાં ટ્રેનોનું રિયલ- ટાઇમ ટ્રેકિંગ આ મહિનાથી ઉપલબ્ધ થશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર.

હાલમાં એવી કોઇ મોબાઇલ એપ નથી કે જે એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમ ટેબલ અને ટ્રેનોના લાઇવ લોકેશન વિશે સચોટ માહિતી આપે. આવી જાે આ સુવિધા ઉપલબ્ધ થશે તો રેલવે પ્રવાસીઓને મોટી રાહત મળશે. ભારતીય રેલવે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ  ટ્રોનોના રીયલ- ટાઇમ ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે સહિયારો પ્રયત્ન કર્યો છે. જે અનુસાર લોકોમોટીવ પર જીપીએસ લગાવવામાં આવ્યા છે. મોબાઇલમાં સેટેલાઇટ દ્વારા ટ ્રેનની વર્તમાન સ્થિતિ જાેઇ શકાશે. હાલમાં તેનું પરીક્ષણ  ચાલી રહ્યું છે. અને ટેકનિકલ કામ બાકી છે. આ કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે. ત્યારબાદ નવા વર્ષમાં પ્રવાસીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાશે તેવી માહિતી મળી છે.પર્યટન માટે બહારગામ જનારા પ્રવાસીઓને ટ્રેન સમયસર આવશે કે? તેની ચિંતા રહે છે. જાે કે નવા વર્ષમાં આ ચિંતા દૂર થઇ જશે. મેલ એક્સપ્રેસનું ટાઇમટેબલ અને ટ્રેન પહોંચવાનો વાસ્તવિક સમયની માહિતી પ્રવાસીઓને મળશે. મધ્ય રેલવેની પેસેન્જર મોબાઇલ એપમાં જાન્યુઆરીથી આ નવા ફિચરનો ઉમેરો થશે. ઘરેથી નિકળતા પહેલાં પ્રવાસીઓ મેલ-એક્સપ્રેસ સમયસર છે કે નહીં તેની ખાતરી કરી શકશે.

મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોમ ક્વોરન્ટીન ફરજિયાત કરાયું. જાણો બીજી વિગતો અહીં.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More