અઠવાડિક રાશી ભવિષ્ય: નવું સપ્તાહમાં તમામ રાશિઓની કુંડળી.

by Dr. Mayur Parikh

૨૯ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ,  કારતક મહિનાના વદ પક્ષની દશમની તિથીથી એક નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ અઠવાડિયે સૂર્યગ્રહણ પણ થઇ રહ્યું છે. આ અઠવાડિયું પૈસા, સ્વાસ્થ્ય અને કરિયરની દ્રષ્ટિએ કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનું છે. ત્યારે આવો જાણીએ આ સપ્તાહની તમામ રાશિઓની કુંડળી.

મેષ- આ અઠવાડિયે જીવનનો સંપૂર્ણ આનંદ માણવાની તક મળશે. તો બીજીતરફ તમે તમારી સર્જનાત્મકતાનો શ્રેષ્ઠ ઉપયોગ પણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવાથી તમારી સ્થિતિ ઘણી મજબૂત કરશો જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસાની સાથે પ્રમોશન લેટર પણ આપી શકે છે.
જો કે હોટલ સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે તો વેપારી કાર્યમાં સારી સફળતા મળવાની પણ સંભાવના છે. સ્વાસ્થ્યની બાબતમાં જે લોકોને હાડકાને લગતી કોઈ બીમારી હોય તેમણે વર્તમાન સમયે સાવધાન રહેવાની જરૂર છે. તમારા જીવનસાથીની લાગણીઓને ગંભીરતાથી લો. નજીકના મિત્ર પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમે ઘરેલું ઉપકરણો ખરીદી શકો છો.
વૃષભઃ આ અઠવાડિયે નકારાત્મક વિચારો તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે, તમારે તમારી ક્ષમતાઓમાં વધારો કરીને આગળ વધવું જોઈએ. ઓફિસની વાત કરીએ તો, જે લોકોને હજુ સુધી નોકરીમાં સંતોષ નથી મળ્યો તે હવે મળી શકે છે,તમારે તમારા ક્ષેત્રમાં સખત મહેનત કરવી પડશે અને તમારી છબી સુધારવી પડશે. ૩૦ તારીખ પછી પગાર વધારાની પણ શક્યતા છે. કપડા સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે અઠવાડિયું લાભથી ભરેલું રહેશે. જેમને કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તેમણે ખાવા-પીવાનું સંતુલિત રાખવું પડશે. વિવાહિત જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે, કોઈ વાતને વધારે મહત્વ ના આપો, નહીં તો મામલો વધુ બગડી શકે છે.
મિથુનઃ આ અઠવાડિયે તમારામાં કોઈપણ પ્રકારની હીન ભાવનાને તમારી અંદર આવવા ના દો. કાર્યક્ષેત્રમાં તમારે તમારા કામ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખવી પડશે, તો જ તમે સફળતાનો ઝંડો લહેરાવી શકશો. સાથે જ જેમનું પ્રમોશન થવાનું બાકી છે, તેમને પણ અઠવાડિયાના અંત સુધીમાં સારા સમાચાર મળી શકે છે. સ્ટેશનરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે. જો તમે વેપાર વધારવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમે લઈ શકો છો. યુવાનોએ નાની- નાની બાબતોને ગંભીરતાથી ના લેવી જોઈએ, નહીં તો તેઓ તણાવમાં આવી શકે છે. કેન્સરના દર્દીઓ પોતાની ખાસ કાળજી રાખે. જો તમે ઘર બદલવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યા છો, તો તેમાં તમને સફળતા મળશે. જો બહેન લગ્ન માટે લાયક છે તો વિવાહની વાત આગળ વધી શકે છે.
કર્કઃ આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં ઉત્સાહની કમી રહી શકે છે, ૨ તારીખથી ગ્રહોની ચાલ મનમાં ઉત્સાહ વધારશે, સાથે જ શારીરિક, માનસિક અને આર્થિક શક્તિની ખોટ પણ બચીને રહો. નોકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગ સાથે જોડાયેલા લોકોને મહેનત કરવી પડી શકે છે, પરંતુ તેમને મહેનતનું સારું પરિણામ મળવામાં શંકા છે. ફળોને લગતો વ્યવસાય કરનારાઓ માટે અઠવાડિયું સારું છે, તેઓ ધીમે ધીમે ધંધો વધારી શકે છે.બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાની રાખવી પડશે. તો બીજીતરફ પરિવારમાં કોઈના ખરાબ સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. માતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
સિંહ: આ અઠવાડિયે અહંકાર તમારા જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો ગ્રાફ સ્થિર રહી શકે છે, તો કોઈ વ્યક્તિ સાથે અહંકારનો સંઘર્ષ તમને નુકસાન પહોંચાડી શકે છે. નાની- નાની બાબતો પર ગુસ્સો કરવો યોગ્ય નથી. લાકડા અને ફર્નિચરનો વ્યવસાય કરનારાઓને સપ્તાહમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ સામાનનો સ્ટોક કરવા માટે પણ સમય યોગ્ય નથી. કલા સાથે જોડાયેલા યુવાનો માટે આ સપ્તાહ સારું રહેશે. સ્વાસ્થ્યમાં ૩ તારીખ પછી ખાવા-પીવાની બાબતમાં સંતુલન જાળવવું, કારણકે ગ્રહોની સ્થિતિ પેટમાં ચેપ લાવી શકે છે. જો પરિવાર સાથે પિકનિક સ્પોટ પર જવાનો પ્લાન છે તો તમે જઈ શકો છો.
કન્યા- આ અઠવાડિયે તમારે તમારી અંદર સમર્પણની ભાવના લાવવી પડશે. કારણ કે દૂર થઇ જવાથી કાયમ કામ નથી ચાલી જતું. ઓફિશિયલ કાર્યોને ઝડપથી કરવાનો અભ્યાસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપારીઓએ બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લગાવવો પડી શકે છે, જ્યારે બિનઆયોજિત ખર્ચને મુલતવી રાખવામાં જ ભલાઈ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ના દેવો જોઈએ. સ્વાસ્થ્યમાં જો તમે કોઈપણ પ્રકારનો નશો કરો છો, તો તમારે અઠવાડિયાના અંત સુધીમાં તે છોડી દેવાનું વિચારવું જોઈએ, નહીં તો તમે મોટી બીમારીઓનો ભોગ બની શકો છો. કોઈ સંબંધીના આગમનથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનવાનું છે, જેના કારણે પરિવારના બધા સભ્યો પણ ખુશ જોવા મળશે.
તુલાઃ આ અઠવાડિયું પ્રોફેશન સાથે જોડાયેલા લોકો માટે સારું છે, તમને ઇન્સેન્ટીવ મળશે અને પગાર પણ વધી શકે છે. વીમાનું કામ કરનારાઓને પણ આ અઠવાડિયે લાભ મળી શકે છે અને તેઓ તેમના લક્ષ્યને પૂરા કરી શકશે. જ્વેલરી સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે સમય સારો છે પરંતુ ત્રણ તારીખ પછી ઉતાવળિયો નિર્ણય તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. યુવાનોનો સમય જો તેમના અનુસાર ના ચાલી રહ્યો હોય તો ધીરજપૂર્વક વ્યતીત કરવો, સપ્તાહના અંત સુધીમાં સ્થિતિ સારી થતી જણાઈ રહી છે. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસમાં હૃદયના દર્દીઓએ સાવધાની રાખવી પડશે. પરિવાર સાથે સમય વિતાવવો.
વૃશ્ચિક- આ અઠવાડિયે તમારી આર્થિક તંગીને દૂર કરવા માટે નજીકના વ્યક્તિ પાસેથી આર્થિક લાભ લેવો પડી શકે છે. સંશોધન સાથે જોડાયેલા લોકો માટે સમય સારો ચાલી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમે તમારા કાર્યની ગુણવત્તા દ્વારા તમારી વાત મનાવવામાં સફળ થશો. તો બીજીતરફ ઉચ્ચ અધિકારીઓ તમને પ્રમોશન લેટર પણ આપી શકે છે. હોટલ સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે આ અઠવાડિયું મોટો ફાયદો લાવી શકે છે, તો બીજી તરફ કોઈ બાકી નાણાં પણ પ્રાપ્ત થઈ શકે છે. જેમને કફની સમસ્યા હોય તેઓએ વધુ ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો મંદિર જવા માટે કોઈ આકસ્મિક નિમંત્રણ મળે છે તો તેના માટે ના નહીં પાડવી. પૂરી શ્રદ્ધા ભાવના સાથે જવું.
ધન- આ સપ્તાહે જો તમે કોઈ કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તે કરી શકો છો, નસીબ તમારી સાથે જ છે. ઓફિસમાં કામ કરવાની સાથે સામાજિક વર્તુળ પણ વધારવું પડશે, તમારી સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટેના પ્રયાસ કરતા રહો. સાથે જ ૫ મી તારીખ પછી પ્રગતિનો ગ્રાફ સ્થિર રહી શકે છે. બિનજરૂરી તણાવથી બચીને રહો. પ્લાસ્ટિકના ઉત્પાદનોનો વેપાર કરનારાઓ માટે, આ અઠવાડિયું મંદીનું હોઈ શકે છે, તેઓએ મોટા જથ્થામાં સામાન જમા કરવો જોઈએ નહીં, અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે. પેટ સંબંધિત બીમારીઓ પરેશાન કરી શકે છે, તેને લઈને એલર્ટ રહો. જો માતાના સ્વાસ્થ્યમાં થોડી પણ નબળાઈ આવે તો તેને અવગણશો નહીં.
મકરઃ ગ્રહો અનુસાર આ સપ્તાહે સમય થોડો તણાવપૂર્ણ રહેશે. ઓફિસમાં મોટા ફેરફારનો સમય છે, કામ માટે મહેનત કરતા રહો, તો જ સફળતા મળી શકે છે. વ્યવસાય કરવા ઇચ્છુકોને નવું કામ શરૂ કરવા માટે પૂરતા પૈસા મળશે, જ્યારે કોઈ પણ કાર્ય ભાગીદારીમાં પણ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓએ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્યમાં શારીરિક ક્ષમતા ઘટવા ના દો, શરીર સ્વસ્થ રહેશે તો જ તમે કામ કરી શકશો. જો ઘરની નજીક કચરો અથવા ગંદુ પાણી સડતું હોય તો તેને દૂર કરવાની વ્યવસ્થા કરો, કારણ કે આ સમયે મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા, ફૂડ પોઈઝનિંગ વગેરે જેવા ઝેરી રોગ થવાની સંભાવના રહે છે.
કુંભઃ- આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં થઇ રહેલા કામો પણ અટકી શકે છે, પરંતુ મધ્યમાં બધા કામ સરળતાથી પૂરા થતા જોવા મળશે. ઓફિશિયલ કામની ચિંતા ના કરો, ફક્ત તમારું કામ કરતા રહો, ધૈર્ય બતાવશો તો આગળની પ્રગતિના દ્વાર ખુલશે. વેપારીઓએ વિવાદ રહિત બાબતોથી દૂર રહેવું પડશે, તેમજ ગ્રાહકો સાથે કોઈપણ સોદો કરતી વખતે કઠોર શબ્દોનો ઉપયોગ કરવો નહીં. સંગીત પ્રત્યે રુચિ ધરાવતા યુવાનો માટે અઠવાડિયું લાભદાયક છે. ૩ તારીખ પછી સ્વાસ્થ્યમાં થોડી નરમાશ આવી શકે છે પરંતુ અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. બગડેલા પારિવારિક સંબંધોને સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ, જેથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહે.
મીન- આ અઠવાડિયે લોકો તમારી નમ્ર વાતોથી તમારી તરફ આકર્ષિત થશે. આ સાથે મિત્રોની સંખ્યા પણ વધી શકે છે. ઓફિસમાં સ્થિતિ સામાન્ય રહેશે તો ઓફિસના કામ માટે બહાર પણ જવું પડી શકે છે. શેર ખરીદતી વખતે તમારા માટે નિષ્ણાતોનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે લોકો શેરનો વેપાર કરે છે તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. યુવાનોમાં ટેલેન્ટ જોવા મળશે, જેના કારણે કરિયર પસંદ કરવામાં સફળતા મળી શકે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી પડશે. ૬ તારીખ પછી વધુ ગુસ્સો કરવાથી બચીને રહેવું. મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે માનસિક શાંતિ અનુભવશો.
આ હતું અઠવાડિક ભવિષ્ય અને રાશિફળ, આવનારું સપ્તાહ ૯ રાશીઓ માટે કેવું રહેશે..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More