ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય બિહાર છે. જ્યારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગીરીબી રેખા નીચે જીવી રહી છે. જ્યારે ઝારખંડમાં 41.26 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથે જ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોડ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત 31.39 લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા.
ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી નો ચમકારો આવશે