ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ચા સાથે બિસ્કિટ ખાઈને પેટ ભરનારાઓના ખિસ્સાને હજી ફટકો પડવાનો છે. પાર્લે-જીએ પોતાના ઉત્પાદનોના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. કાચા માલની કિંમત વધવાને કારણે ઉત્પાદનના ખર્ચમાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને બિસ્કિટના ભાવમા વધારો કરવામાં આવવાનો હોવાનું કંપનીનું કહેવું છે.પાર્લે-જી કંપનીની ગ્લુકોઝ બિસ્કિટની કિંમતમાં 6થી 7 ટકાનો વધારો થવાનો છે. તો રસ્કની (ટોસ્ટ) કિંમતમાં પણ 5થી 10 ટકાનો તો કેકની કિંમતમ 7થી 8ટકાનો વધારો અપેક્ષિત છે.કંપનીએ બિસ્કિટના ભાવ વધાર્યા છે. પરંતુ જે બિસ્કિટના ભાવ 20 રૂપિયાથી વધુ છે, તે બિસ્કિટની કિંમતમાં જ વધારો કરવામાં આ્વ્યો છે. કંપનીના કહેવા મુજબ બિસ્કિટ અને અન્ય ઉત્પાદનો માટે લાગનારા કાચા માલના કિંમતમાં વધારો થયો છે. તો છેલ્લા અમુક વર્ષમાં સાકર, ખાદ્ય તેલની કિંમતમાં પણ 50થી 60 ટકાનો વધારો થયો છે. તેથી બિસ્કિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.