178
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને જનતા દળ ના પૂર્વ મહાસચિવ પવન વર્મા આજે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે.
બંને નેતાઓનું ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટીમાં સ્વાગત કર્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પૂર્વ સલાહકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પવન વર્માને 2020માં જેડીયૂએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
Join Our WhatsApp Community