ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના ને કારણે લોહીની કારમી અછત વર્તાઈ રહી હતી. ત્યારે બીજી તરફ આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં જ્યાં યુનિટ લોહી વેડફવામાં આવ્યું છે.
મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન ભારત દેશમાં ૩૪૩૭૮૬ યુનિટ લોહી ની ઉપલબ્ધતા હતી. આ લોહી ત્રણ મહિના સુધી વાપરી શકાય તેમ હોય છે. જોકે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ૫૨૩૬૪ યુનિટ લોહી બરબાદ થયું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોહીની અછતને કારણે થેલેસેમિયા પીડિત એવા અનેક દર્દીઓએ વેઠવું પડ્યું હતું. તેમજ આ દર્દીઓ માટે રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન લોહીનો મોટો સ્ટોક બરબાદ થયો છે.
ઘરવાપસીઃ આ રાજ્યમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ