ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
જાણીતી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાના અલગ-અલગ લુક્સની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. લોકો હંમેશા તેના દેખાવના વખાણ કરે છે. ફરી એકવાર આમના શરીફે બ્લેક મોનોકની માં બીચ પર મસ્તી કરતી તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં આમના શરીફ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. બીચ પર મસ્તી કરતી વખતે તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.આ તસવીરોમાં આમના શરીફ બ્લેક મોનોકની માં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
આમનાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને આંખો પર કાળા કલર ના ગોગલ્સ પહેર્યા છે. જે તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યું છે.
આ મસ્તી દરમિયાન આમનાએ રેતી પર બેસીને પોઝ પણ આપ્યા છે. આ તમામ તસવીરોમાં તેની સ્ટાઇલ ફેન્સને ઘાયલ કરી રહી છે.
આમનાએ હાલમાં જ વેબ સિરીઝ 'ડેમેજ્ડ 3'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. ટીવીની દુનિયામાં હિટ સિરિયલ 'કહીં તો હોગા' અને 'કસૌટી જિંદગી કી'થી આમનાની કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા. તમને જણાવી દઈએ કે ટીવી સિવાય આમનાએ 6 બોલિવૂડ ફિલ્મો પણ કરી છે.