ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
ઉત્તર પ્રદેશ (યુપી) શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના સભ્ય અને ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમનું ચર્ચામાં આવવાનું કારણ તેમની ઇચ્છા છે. જેમાં રિઝવીએ મૃત્યુ બાદ હિંદુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિઝવીએ પોતાની વસિયતમાં લખ્યું છે કે મૃત્યુ પછી તેમને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે અને પછી હિન્દુ સ્મશાન ભૂમિ માં અગ્નિદાહ આપવામાં આવે.
વસીમ રિઝવીએ પોતાની વસિયતમાં ડાસના મંદિરના મહંત નરસિંહ નંદ સરસ્વતીને પોતાની ચિતાને અગ્નિ આપવાનો અધિકાર આપ્યો છે. આ સંદર્ભમાં વિડિયો જાહેર કરતી વખતે વસીમ રિઝવીએ કહ્યું છે કે ભારતમાં અને ભારતની બહાર મારી હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેના માટે બક્ષિસ રાખવામાં આવી રહી છે કારણ કે મારો ગુનો એટલો છે કે મેં માનવતા પ્રત્યે નફરત ફેલાવતી કુરાનની 26 કલમોને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. હવે મુસ્લિમો મને મારવા માંગે છે. આ લોકો મને કોઈપણ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપે. મેં વસિયતનામું કર્યું છે કે મારા મૃત્યુ પછી મારો મૃતદેહ લખનઉંમાં મારા હિંદુ મિત્રોને સોંપવામાં આવે અને મારા અગ્નિસંસ્કાર કરવામાં આવે.
પાકિસ્તાનમાં તખ્ત પલટવાની તૈયારી; સરકાર અને સેના વચ્ચે વિવાદ; શું ઇમરાન ખાને ખુરશી છોડવી પડશે?
વસીમ રિઝવીએ કુરાનમાંથી 26 આયતો હટાવવાની માગ કરી હતી. આ માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારથી રિઝવી પર મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ સમુદાયો દ્વારા પ્રહાર થઈ રહ્યા છે. આ પહેલા પણ વસીમ રીઝવી પોતાના નિવેદનો માટે મુસ્લિમ સંગઠનોના નિશાના પર રહ્યા છે અને સંગઠનો રિઝવીની ધરપકડની માંગ કરી રહ્યા છે.