ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોમાં જોવા મળેલ દરેક પાત્ર લોકો માટે ખાસ છે. ટીવી એક્ટ્રેસ આરાધના શર્મા પણ 'TMKOC'માં આવ્યા બાદ લોકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.
આરાધનાએ તેની કેટલીક બોલ્ડ તસવીરોથી ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. આ તસવીરોમાં તેના એક્સપ્રેશન ફેન્સની ઊંઘ હરામ કરી રહ્યા છે.
આરાધના રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. તાજેતરમાં, આરાધનાએ ચેક ડિઝાઇનમાં ટોપ પહેરેલી તેની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સ્ટાઈલ જોવા મળી રહી છે. આરાધના શર્માના આ સ્ટાઇલિશ અને બોલ્ડ ટોપ પર ચેક પ્રિન્ટ દેખાઈ રહી છે.
હેરસ્ટાઈલની વાત કરીએ તો આરાધનાએ અહીં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેના ગોલ્ડન હાઇલાઇટ વાળ તેના ચહેરા પર ખૂબ જ સુંદર લાગે છે.
જ્યારથી 'સ્પ્લિટ્સવિલા 12'ની ભૂતપૂર્વ સ્પર્ધક આરાધના શર્મા 'TMKOC'માં જોડાઈ છે, ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી છે. દીપ્તિ નામની જાસૂસની ભૂમિકા ભજવતી આરાધના શર્માએ થોડા જ સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.