ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રુટ તરીકે પ્રખ્યાત ફળ ગુજરાતમાં કમલમ ફળ તરીકે ઓળખાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં નવસારીની આસપાસના ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. હાલમાં કચ્છમાં બીજેપી દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમને કમલમના ફળથી તોલ્યા હતા. જેમાંથી કેટલાક બોક્સમાંથી કેળા નીકળ્યા.
ગુજરાતમાં નૂતન વર્ષ નિમિત્તે ભાજપે સ્નેહ મિલનના કાર્યક્રમો રાખ્યા હતા. જેમાં બુધવારે કચ્છના ભુજમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લાના અધિકારીઓ, કાર્યકરો નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ત્રાજવામાં મુખ્ય મંત્રીને બેસાડીને કમલમ ફળથી તોલવામાં આવ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમની સમાપ્તિ બાદ ફળના બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી કેટલાક બોક્સમાંથી કમલમને બદલે કેળા નીકળ્યા હતા.