ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરૂવાર
નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.
નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે.
1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.
આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.