ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
ગુજરાતના રાજકોટ શહેરના જાહેર માર્ગો પરથી ઈંડા અને નોન વેજની લારીઓ હટાવાઈ છે.
નાયબ કમિશનર એ.આર. સિંઘ દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે રેડમાં નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ પર ઊભેલી તમામ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી હતી તેમજ 4 રેંકડીઓ જપ્ત કરી હતી.
નાયબ કમિશનરે કહ્યું હતું કે, આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી કે મુખ્ય માર્ગ પર આ રીતે વેચી શકાશે નહિ આમ છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરાઈ છે.
રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે નોનવેજની લારીઓ દૂર કરવા માટે 10 દિવસ પહેલા જ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં મેયર પ્રદીપ ડવે સ્પષ્ટ સૂચના આપી હતી કે, જાહેર માર્ગ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે નોનવેજના હાટડા બંધ કરવાની કાર્યવાહી કરવી.