ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર
ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આર્યન ખાન ડ્રગ કેસમાં બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. ચંકી પાંડે માટે આ વર્ષ એક પછી એક મુશ્કેલી લઈને આવી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે, હવે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ચિક્કી પાંડેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની SIT ટીમ તરફથી આ સમન મળ્યું હતું. હાલમાં, ચિક્કી પાંડેએ એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો છે. તેના જવાબમાં ચિક્કીએ પોતાની ખરાબ તબિયતનો ઉલ્લેખ કર્યો છે.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ ગોસાવી એ આર્યનની ધરપકડ અંગે સેમ ડિસોઝાને જાણ કરી હતી અને તેઓ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનો સંપર્ક કરવા ઈચ્છતા હતા. આ પછી તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટના માલિકને મળ્યો, જે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેને સારી રીતે ઓળખતો હતો. અહેવાલો અનુસાર, તેણે પૂજા અને તેના પતિની સંપર્ક વિગતો ચિક્કી પાંડે પાસેથી મેળવી હતી. રિપોર્ટ્સ અનુસાર, સેમ ડિસૂઝાના નિવેદનમાં જ ચિક્કીનું નામ સામે આવ્યું છે. સેમે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે ચિક્કી પૈસા ભરેલી બેગ લઈને લોઅર પરેલ આવ્યો હતો. આ સમન ચંકી પાંડેના ભાઈને NCB અધિકારીઓ સામે નાણાંની વસૂલાતના આરોપના સંબંધમાં મોકલવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસની SIT ટીમ આ કેસમાં ચિક્કી પાંડેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, ચીક્કીએ એજન્સીને સમન્સનો જવાબ આપતા કહ્યું છે કે તે તેની ખરાબ તબિયતને કારણે ત્યાં હાજર થઈ શકે નહીં. હવે ચિક્કી પાંડેને પૂછપરછ માટે ક્યારે બોલાવવામાં આવશે, તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલ મુજબ, ડિસોઝા અને ગોસાવી વચ્ચેની વાતચીત અંગે જ ચિક્કીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
મહેશ માંજરેકરે કરી શાહરૂખ ખાનની ટીકા, અભિનેતા વિશે કહી મોટી વાત; જાણો વિગત
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રુઝ શિપમાં થઈ રહેલી ડ્રગ્સ પાર્ટી કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જામીનના થોડા દિવસો બાદ, આર્યન ખાનને NCBની SIT ટીમે ફરીથી પૂછપરછ માટે બોલાવ્યો હતો.