ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
સાત વર્ષ પહેલાં એક મહિલાને બસની ટક્કર લાગતા તે ઘાયલ થઈ હતી. ત્યારબાદ ડ્રાઈવર વિરુદ્ધ બેફામ ડ્રાઈવિંગનો કેસ નોંધાયો હતો. આ 52 વર્ષીય બેસ્ટ ડ્રાઇવર સામે નમ્રતા દેખાડવાનો ઇનકાર કોર્ટે કર્યો છે. કુર્લા મેજિસ્ટ્રેટની અદાલતે આરોપીને એક મહિનાની કેદની સજા સંભળાવી છે.
કોર્ટે ડ્રાઇવર સખારામ બાંગરની સજા ભોગવવાને બદલે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ સારી વર્તણૂકના બોન્ડ પર મુક્ત કરવાની અરજીને નામંજૂર કરી હતી.
ફોજદારી અદાલતો આવા ગુનાને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની કલમ 4ની પરોપકારી જોગવાઈઓમાં ગણી શકે નહીં. તેવા સંજોગોમાં આરોપીને માત્ર દંડ કે કોર્ટમાં તારીખ વધારો થાય ત્યાં સુધી સજા કરવી તે ન્યાયી નથી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મૃદુલા એસ કોચરે જણાવ્યું હતું કે આરોપીએ કોઈ યોગ્ય સાવચેતી લીધા વિના, બેદરકારીપૂર્વક, તેજ ગતિએ બસ ચલાવી હતી અને મહિલાને ધક્કો માર્યો હતો.
ઘાયલ મહિલા કુલસુમ ખાલેદ સહિત છ સાક્ષીઓ, એક પ્રત્યક્ષદર્શી અને કંડક્ટરે જુબાની આપી હતી. ખાલેદે રજૂઆત કરી હતી કે 5 નવેમ્બર, 2014ના રોજ, રાત્રે 10.30 વાગ્યે તે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર પગપાળા ક્રોસિંગનો ઉપયોગ કરી રહી હતી ત્યારે બેસ્ટની બસ નંબર 357એ તેને ટક્કર મારી અને તેને શરીરની ડાબી બાજુએ ઈજાઓ પહોંચી હતી. કંડક્ટરે જણાવ્યું હતું કે તેઓ શિવાજી નગર ડેપોથી કુરાને ચોક તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે બસ શિવાજી નગર જંકશન સ્થિત સિગ્નલ પર ઊભી રહી. લીલું સિગ્નલ મળતા બસ જમણો વળાંક લઈ રહી હતી તે વખતે લોકો બૂમો પાડવા લાગ્યા કે એક મહિલા તેની નીચે આવી ગઈ છે અને બાંગરે તરત જ બસ રોકી દીધી.
કોર્ટમાં એક સાક્ષીએ કહ્યું હતું કે તે પોતાની બાઇક પર હતો અને સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. તેણે બસને તેજ ગતિએ આવતી જોઈ. બસે યુ-ટર્ન લીધો અને મહિલાને ટક્કર મારી જે પહેલાથી જ અડધો રસ્તો ઓળંગી ચૂકી હતી. સાક્ષીએ કહ્યું કે બસ મહિલાને થોડા અંતર સુધી ખેંચી ગઈ અને જ્યારે લોકોએ બૂમો પાડી ત્યારે જ ડ્રાઈવરે બસ રોકી.
ટેકનિકલ રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે બસમાં કોઈ યાંત્રિક ખામી નથી. તેથી સ્પષ્ટ છે કે આરોપી ઘટનાના કથિત સમયે વાહન ચલાવી રહ્યો હતો. આરોપી અને ગુનામાં સામેલ વાહનની ઓળખ કરવાની કાર્યવાહી સફળ રહી છે. ”તેવું કોર્ટે કહ્યું હતું.