ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
શું મુકેશ અંબાણી પોતાના પરિવાર સહિત હવે લંડન ચાલી જશે? આવી શંકા હવે એટલે નિર્માણ થઇ રહી છે કારણ કે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ લંડન ખાતે મુકેશ અંબાણીએ 600 કરોડ રૂપિયાનો વૈભવી મહેલ ખરીદ્યો છે. આશરે ૩૦૦ એકર જમીનમાં ફેલાયેલો આ મહેલ લગભગ ૪૨ બેડરૂમ ધરાવે છે.
જોકે આ સમાચાર સંદર્ભે અંબાણી પરિવાર તરફથી અત્યાર સુધીનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. ચાલુ વર્ષે અંબાણી પરિવાર પોતાની દિવાળી આ મહેલમાં વિતાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અંબાણી પરિવારે પોતાનો ઘણોખરો સમય જામનગર ખાતે વિતાવ્યો હતો. આ ઉપરાંત આદર પુનાવાલા જેવા વ્યક્તિ એ પણ લંડન ખાતે એક બંગલો ભાડે રાખ્યો હતો. તેમજ તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા.
હવે એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર પોતાનો અડધો સમય મુંબઈ અને બાકીનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવશે.