શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી ‘બબિતાજી’, જાણો શું હતો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં પાત્રો લોકોનાં મનમાં ઘર કરી ગયાં છે. લોકો દરેક પાત્રની વાર્તા મોઢે યાદ કરે છે. જ્યારે વાર્તાઓની વાત આવે છે, ત્યારે આપણે બબિતાજી અને જેઠાલાલની અધૂરી પ્રેમકહાનીને કેવી રીતે ભૂલી શકીએ, પરંતુ આ દિવસોમાં બબિતાજીની તસવીર કોઈ અન્ય વ્યક્તિ સાથે વાયરલ થઈ રહી છે.

તારક મહેતાના ફેન પેજ પર શૅર કરવામાં આવી રહેલી આ તસવીરમાં શાહરુખ ખાન હૉસ્પિટલના બેડ પર સૂઈ રહ્યો છે અને મુનમુન દત્તા તેની બાજુમાં નર્સના ગેટઅપમાં જોવા મળી રહી છે. શાહરુખ ખાનને તેની સામે પેશન્ટ તરીકે જોઈને મુનમુન ખૂબ જ ખુશ દેખાય છે. મુનમુનના ચહેરા પરનું સ્મિત સ્પષ્ટપણે જણાવે છે કે તે શાહરુખ સાથે કામ કરીને કેટલી ખુશ છે. વાસ્તવમાં, આ પેન માટેની જૂની જાહેરાત છે અને એમાં બંનેએ સાથે કામ કર્યું છે. આ જાહેરાતમાં શાહરુખ ખાને દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન દત્તા નર્સ બની હતી. પગનું હાડકું તૂટવાને કારણે શાહરુખ બેડ પર પડેલો છે. મુનમુન કિંગ ખાનના પગ પર લગાવેલા પ્લાસ્ટર પર પેન વડે સાઇન કરતી જોવા મળે છે.

આર્થર રોડ જેલમાં આર્યન ખાન આ પુસ્તકો વાંચીને પોતાનો સમય વિતાવે છે; જાણો વિગત

હાલમાં શાહરુખ ખાન તેના મોટા પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસને કારણે પરેશાન છે. આર્યન 3 ઑક્ટોબરથી કસ્ટડીમાં છે. તેની જામીન અરજી કોર્ટ દ્વારા બે વખત ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનની જામીન અરજી પર મંગળવારે ફરી સુનાવણી થવાની છે. તેમ જ મુનમુન દત્તા તેના અફેરના સમાચારોને કારણે હેડલાઇન્સમાં છે. જોકે એ પહેલાંથી જ આવા કોઈ પણ સમાચારને નકારી ચૂકી છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More