મિર્ઝાપુરના ‘કાલીન ભૈયા’ના હાથમાંથી બચી નહીં શકે બંટી-બબલી, પકડવા માટે બિછાવી જાળ; જુઓ ‘બંટી ઔર બબલી 2’નું ધમાકેદાર ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

રાની મુખર્જી અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશરાજ બૅનર હેઠળ બનેલી આ ફની કૉમેડી ફિલ્મ દિવાળી 2021ના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં એક તરફ જૂનાં બંટી અને બબલી રાની અને સૈફ છે તો બીજી તરફ સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી નવા બંટી-બબલી બનીને લોકોને લૂંટવા આવી રહ્યાં છે. અગાઉની બંટી ઔર બબલીમાં, જ્યાં અમિતાભ બચ્ચન આ ઠગને પકડતા જોવા મળ્યા હતા, આ વખતે પંકજ ત્રિપાઠી આ પોલીસની ભૂમિકા ભજવવાના છે.

થોડા સમય પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2005માં આવેલી 'બંટી ઔર બબલી'નો બંટી – બબલી હવે છેતરપિંડીનો ધંધો છોડીને આરામદાયક લગ્નજીવન જીવી રહ્યાં છે. મુસીબતો ત્યારે આવે છે જ્યારે આ સુખી પરિવારમાં રહેતા બંટી અને બબલીને બીજા બંટી અને બબલી વિશે ખબર પડે છે, જેઓ આ જ નામથી દુનિયાને છેતરે છે. આવી સ્થિતિમાં, રાની  મુખર્જી મક્કમ છે કે હવે તેની 'બ્રાન્ડ'નો ઉપયોગ કરીને તે કોઈને છેતરપિંડીનો ધંધો કરવા દેશે નહીં.

આ વખતે ફિલ્મમાં નવા કિરદારોનો ઉમેરો  થયો છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી, જેઓ નવા જમાનાનાં બંટી-બબલી તરીકે જોવા મળશે. આ નવી જોડી ડિજિટલ છેતરપિંડીથી લઈને  શહેરના મેયર સાથે છેતરપિંડી કરવા જઈ રહી છે. 'ગલી બૉય'માં એમસી શેરના પાત્રથી સુપરહિટ થયેલા સિદ્ધાંતનો આ ટ્રેલરમાં પણ દબદબો છે. સાથે જ શર્વરી પણ ખૂબ જ ફની લાગી રહી છે.

શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી 'બબિતાજી', જાણો શું હતો સમગ્ર મામલો

'બંટી ઔર બબલી 2''બંટી ઔર બબલીની 2005માં આવેલી ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં અગાઉ રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જોવા મળ્યાં હતાં. આ સાથે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. આ સિક્વલમાં સૈફ અભિષેકની જગ્યાએ તો પંકજ ત્રિપાઠી અમિતાભની જગ્યાએ જોવા મળશે. યશરાજ બૅનર હેઠળ બનેલી આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!