ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓક્ટોબર, 2021
મંગળવાર.
મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષે સોમવારનો બંધ સફળ રહે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. મુંબઈ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં આ પક્ષના કાર્યકર્તાઓ ફરી વળ્યા હતા અને જે ખુલ્લું દેખાય તેને બળજબરીથી બંધ કરાવતા હતા. તેમાં પણ મુંબઈમાં તો મોટાભાગના વિસ્તારોમાં શિવસૈનિકો સવારથી રસ્તા પર ઉતરી પડયા હતા. દુકાનો, ટેક્સી, રિક્ષા અને બસ બધું બંધ કરાવી રહ્યા હતા, જેમાં તેમને પોલીસે પણ સાથ આપ્યો હતો. નવી મુંબઈની એપીએમસી બજારો ખુલ્લી હતી, તેને પણ શિવસૈનિકોએ બંધ કરાવી દીધી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેમ જ અમુક સોશિયલ મીડિયામાં આવેલા ફોટો મુજબ મુંબઈના અમુક વિસ્તારો એવા હતાં, જ્યાં તમામ દુકાનો ખુલ્લી હતી. અગ્રણી પક્ષના નેતાએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે મુંબઈના અન્ય વિસ્તારમાં ફરીને દુકાનો બંધ કરાવનારા ત્રણે પક્ષોના કાર્યકર્તાઓ આ વિસ્તારમાં બંધ કરાવી શકયા નહોતા. જેમાં ડોંગરી, ભાયખલાના અમુક વિસ્તારો, બાંદરા-ઈસ્ટમાં આવેલા બહેરામપાડા, નૌપાડા અને ભારતનગરમાં દુકાન ખુલ્લી જોવા મળી હતી. આ વિસ્તારની ખુલ્લી રહેલી દુકાનોના વિડિયો સુદ્ધા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયા હતા.
હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.
270
Join Our WhatsApp Community