ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈ મનપાનો અજબ કારભાર જોવા મળી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની માલિકીના કહેવાતા બૃહન્મુંબઈ ક્રીડા અને લલિત કલા પ્રતિષ્ઠાનના કબજામાં રહેલા સ્વિમિંગ પૂલ અને બૅડમિન્ટન કોર્ટનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવવાનું છે. એટલે કે એનું સંચાલન ખાનગી સંસ્થાને આપવામાં આવવાનું છે. એ માટે લેટર ઑફ ઇન્ટરેસ્ટ એટલે કે ખરીદવા ઇચ્છુક લોકોને આમંત્રવામાં આવ્યા છે. એક તરફ બૅડમિન્ટન કોર્ટને ચલાવવા માટે ખાનગી સંસ્થાને આપી દેવાની પાલિકા યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ એના સમારકામ અને રિનોવેશન પાછળ 2022-23ના પાલિકાના બજેટમાં આર્થિક જોગવાઈ કરવાની માગણી પ્રતિષ્ઠાનના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઑફિસર દેવેન્દ્ર જૈને કરી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ચોંકાવનારો દાવો, આ ભાજપના નેતાનો સાળો પણ હતો હાજર; જાણો વિગતે
બૃહન્મુંબઈ ક્રીડા અને લલિત કલા પ્રતિષ્ઠાન હેઠળ મુલુંડનું કાલિદાસ નાટ્યગૃહ અને સ્વિમિંગ પૂલ સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ તથા અંધેરીનું શહાજી રાજે ભોસલે સ્પૉર્ટ્સ સ્વિમિંગ પૂલ અને બૅડમિન્ટન કોર્ટનું ખાનગીકરણ કરવાની પાલિકાએ યોજના બનાવી છે. એ માટે એક તરફ લોકોને આમંત્રી રહી છે, તો બીજી તરફ તેના રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચવા સામે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ વિરોધ કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રતિષ્ઠાનનાં અધ્યક્ષ મુંબઈનાં મેયર કિશોરી પેંડણેકર છે, તો ઉપાધ્યક્ષ પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ છે. પાલિકાના સભાગૃહ નેતા, સ્થાયી સમિતિ અધ્યક્ષ, વિરોધ પક્ષ નેતા, ઍડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર વગેરે એના સભ્ય છે.