તાલિબાનનું નવું કાવતરું; ચીનને લગતી અફઘાનિસ્તાનની સરહદ પર આત્મઘાતી હુમલાખોરો તહેનાત કર્યા, આ છે કારણ: જાણો વિગત

by Dr. Mayur Parikh

 

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 ઓક્ટોબર, 2021

રવિવાર

 

 

 

15મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો મેળવનારા તાલિબાનોએ ઉત્તર-પૂર્વ પ્રાંત બડાખસાનમાં આત્મઘાતી હુમલાખોરો 'લશ્કર-એ-મન્સૂરી'ની ખાસ બટાલિયન બનાવી છે. ખાસ વાત એ છે કે તાલિબાને જે પ્રાંતમાં આ બટાલિયન તૈયાર કરી છે, તેની સરહદ તાજિકિસ્તાન અને ચીનને લગતી છે. 

 

 

એક મીડિયા સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે ખાસ બટાલિયનની રચના અંગે મીડિયા સાથે વાત કરતા, પ્રાંતના ડેપ્યુટી ગવર્નર મુલ્લા નિસાર અહમદીએ કહ્યું હતું કે આ બટાલિયન અફઘાનિસ્તાનની સરહદો પર તહેનાત કરવામાં આવશે. બટાલિયનનું નામ લશ્કર-એ-મન્સૂરી છે. જેનું કામ અગાઉની અફઘાન સરકારના સુરક્ષા દળોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલા કરવાનું રહેશે.

 

ખામા પ્રેસ મુજબ, અહમદીએ કહ્યું હતું કે અમેરિકાની હાર આ બટાલિયન વગર ક્યારેય શક્ય નથી. આ બહાદુર લોકો વિસ્ફોટક જેકેટ પહેરશે અને અફઘાનિસ્તાનમાં અમેરિકન ઠેકાણાંને વિસ્ફોટ કરશે. આ લોકો અલ્લાહ માટે સમર્પિત છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More