પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ, પૂર્વ સીએમ સહિતના 12 ધારાસભ્યો TMCમાં જોડાશે; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

શુક્રવાર

પંજાબમાં ઘમાસાણની વચ્ચે હવે કોંગ્રેસને મેઘાલયમાં ટીએમસીએ ઝટકો આપ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના પૂર્વ સીએમ મુકુલ સંગમા અને બીજા એક ડઝન ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થવાના છે.

પૂર્વ સીએમ સંગમા હાઈકમાનથી નાખુશ છે. તેમને લાગે છે કે, પાર્ટી હાઈકમાને મને સાઈડલાઈન કરી દીધો છે. 

ગયા સપ્તાહે તેઓ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા અને આ દરમિયાનમાં ટીએમસીના નેતાઓને મળ્યા હતા. 

જોકે તેમણે મમતા બેનર્જી સાથે મુલાકાતનો ઇનકાર કર્યો હતો. 

કોંગ્રેસ માટે આંચકાજનક વાત એ છે કે, રાજ્યના બીજા એક ડઝન જેટલા કોંગી ધારાસભ્યો પણ તેમની સાથે ટીએમસીમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેઓ તાજેતરમાં પાર્ટીના બે કાર્યક્રમોમાં પણ ગેરહાજર રહ્યા હતા.

અનિલ દેશમુખ પ્રકરણે CBIએ આ બે અધિકારીઓને સમન્સ મોકલ્યા, પણ અધિકારીઓએ કાર્યાલયમાં જવાનું નકારી દીધું; છેવટે CBIએ કરી વિનંતી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More