ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વિશ્વમાં હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો ઘરમાં સ્થાપિત કરેલી ગણપતિની મૂર્તિને વિવિધ રીતે શણગારતા હોય છે. એક ભક્તે આ જ રીતે તેના ઘરે પધારેલા બાપ્પાને સોનાનો મુગટ પહેરાવ્યો હતો. ગણપતિના વિસર્જન વખતે મોટો અણબનાવ સર્જાયો હતો.
મુંબઈની નજીક વસઈના એક ગામના રહેવાસી વિવેક પાટીલે ગણપતિની મૂર્તિને સાડાપાંચ તોલાનો સોનાનો મુગટ પહેરાવ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન તેમના ઘરમાં કોઈનું અવસાન થયું હતું. આ કારણથી તેમણે દોઢ દિવસમાં જ ગણપતિનું વિસર્જન કરવું પડ્યું. બાપ્પાના વિસર્જન સમયે એક મોટું બ્લન્ડર થઈ ગયું. મૂર્તિને પહેરાવેલા સોનાના મુગટનું પણ વિસર્જન થઈ ગયું. ઘરે આવ્યા બાદ વિવેક પાટીલને મૂર્તિ સાથે વિસર્જન પામેલો સોનાનો મુગટ યાદ આવ્યો અને ઘરના લોકો ટેન્શનમાં મુકાઈ ગયા.
વાહ પાલિકા વાહ : ગોટાળો કરોડનો અને દંડ 1500 રૂપિયાનો!
ત્યારે પાટીલ પરિવારે વિરારના એક તરવૈયાની મદદ લીધી. જે આખા તળાવને ખૂંદી વળ્યો. ૧૨ કલાક સુધી લગાતાર તળાવમાં ડૂબકીઓ માર્યા બાદ તરવૈયાને ગણપતિની મૂર્તિ મળી. જેના માથે મુગટ અકબંધ હતો. આમ તરવૈયા દ્વારા વિધ્નહર્તાએ પાટીલ પરિવારનું વિઘ્ન હરી લીધું.