ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
પોતાની હરકતોને લઈને અવારનવાર ચર્ચામાં રહેનારા બિહારના જનતા દળ યુનાઇટેડ (JDU)ના ધારાસભ્ય ગોપાલ મંડલ હવે એક નવા વિવાદમાં ફસાયા છે. આ વખતે ગોપાલ મંડલે પટનાથી દિલ્હી જતી વખતે એવી હરકત કરી દીધી કે હંગામો મચી ગયો. સાથે મુસાફરી કરી રહેલા લોકોએ એ અંગે વાંધો ઉઠાવ્યો તો તેઓ મારપીટ પર ઊતરી ગયા અને ગોળી મારવાની ધમકી આપી હોવાનો આરોપ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પટના-દિલ્હી તેજસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ધારાસભ્ય ગોપાલ મંડલ પર આરોપ છે કે તેમણે અંડરવેર પહેરીને ટ્રેનની બોગીમાં ફરવાની ના પાડી રહેલા સહયાત્રી સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ગોળી મારવાની ધમકી આપી હતી. સહયાત્રીનો આરોપ છે કે ધારાસભ્ય ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા અને પોતે તે અંગે વિરોધ કર્યો ત્યાં સુધી તેઓ ધારાસભ્ય છે એ વાતથી તે અજાણ હતો. વિરોધ બાદ ગોપાલ મંડલ ખૂબ જ રોષે ભરાયા હતા અને સહયાત્રીને અપશબ્દો કહી મારપીટ પર ઊતરી આવ્યા હતા.
પેરા શૂટર અવનીનો ટોક્યોમાં કમાલ, ગોલ્ડ બાદ જીત્યો આ મેડલ; ભારતને ફાળે કુલ 12 મેડલ
એટલું જ નહીં ગોપાલ મંડલે સહયાત્રીને ગોળી મારવાની ધમકી પણ આપી હતી, જેથી તેણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ બાદ તેમનો કોચ બદલી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે ગોપાલ મંડલને ફોન કરવામાં આવ્યો હતો પણ તેમના સાથે વાત નહોતી થઈ શકી. રેલવેમાં મુસાફરી કરી રહેલા સહયાત્રીએ ધારાસભ્ય દ્વારા અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો તેને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે પોલીસ ફરિયાદ કરશે એમ સહયાત્રીએ જણાવ્યું હતું.
ધારાસભ્યના એક મિત્રે આ અંગે જણાવ્યું કે ગોપાલ મંડલ ડાયાબિટીસના પેશન્ટ છે અને ડાયાબિટીસ વધી ગયું હોવાથી અર્જન્ટ બેઝ પર દિલ્હી જઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું કે ધારાસભ્યનું વજન પણ વધારે છે જેથી તેઓ પૂરા કપડાંમાં વૉશરૂમ નથી જઈ શકતા. તેઓ લુંગી-ગમછામાં વૉશરૂમ જાય છે. આજે ટ્રેનમાં ચડતાંની સાથે જ તેમને વૉશરૂમમાં જવું પડ્યું અને ઉતાવળમાં તેઓ અંડરવેરમાં જ જતા રહ્યા જેને લઈ એક મુસાફરે ખરાબ રીતે વાત કરી. ધારાસભ્યે એ સમયે કશું ન કહ્યું, પરંતુ આવીને વાત કરી અને જે પ્રકારે આરોપ લગાવાઈ રહ્યા છે એવું કશું નહોતું બન્યું, પરંતુ થોડો ગુસ્સો તો કોઈને પણ આવી શકે.
શેરબજારમાં છપ્પરફાડ તેજી: સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ને પાર, જાણો કયા કયા શેરના ભાવ વધ્યા