ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
છેલ્લા ઘણા દિવસથી કેરળમાં 30,000 થી વધારે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. ત્રીજી લહેર કેરળમાંથી શરુ થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસથી જે ગતિએ કેરળમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યાં છે તેનાથી આખા દેશની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બગડી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેરળમાં રણનીતિ હેઠળ લોકડાઉન લગાડવાનું જરુરી ગણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જો સખ્ત લોકડાઉન અને કડક કન્ટેનમેન્ટ લાગું કરવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધી કેરળમાં કોરોનાના વધતા કેસોમાં ઘટાડો આવી શકે છે. આ રીતે લોકડાઉન સમગ્ર જીલ્લા સ્તર પર નહીં પરંતુ શેરીઓ અને ગામડાઓના આધાર પર લગાવવામાં આવવું જોઈએ, જ્યાં વધુ લોકો પોઝિટીવ આવ્યા છે. કેરળમાં 85 ટકા કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. પરંતુ આ દર્દીઓની વ્યવસ્થિત રીતે મોનીટરીંગ નથી થઈ રહી. આ કારણે મામલાઓ વધી રહ્યા છે. કારણ કે તે લોકો સતત ફરી રહ્યા છે અને લોકો વચ્ચે સંક્રમણ ફેલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે જ કેન્દ્ર કેરળ સરકાર તરફથી ઘણા સમય પહેલા કેરળ સરકારને મર્યાદિત લોકડાઉન અંગે સૂચન આપી દીધું છે. વધતા જતા કેસોને જોતા, ગૃહ સચિવની તાજેતરની બેઠકમાં મહત્વના સ્થળોએ લોકડાઉન લાદવાનું પણ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણને જોતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવાનું સૂચન કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં વધુ ચેપ વધી રહ્યો છે, ત્યાં કડક પગલાં લેવા જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનને વધુ સુધારવાની જરૂર છે.