ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
આ દિવસોમાં ટીવી સિરિયલ 'અનુપમા'માં ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખો પરિવાર કિંજલને બચાવવા ભેગો થયો હતો. તેનો પરિવાર તેની સાથે હોવાથી કિંજલ ખૂબ જ ખુશ છે. આવનારા એપિસોડમાં તમે જોશો કે સમગ્ર શાહ પરિવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આ સાથે, અનુપમાના દર્શકોને પણ આગામી એપિસોડમાં એક પછી એક સરપ્રાઇઝ મળવા જઈ રહી છે.
અનુપમાના આગામી એપિસોડમાં દરેક વ્યક્તિ અલગ-અલગ પોશાકમાં જોવા મળશે. આ સાથે સમગ્ર શાહ પરિવાર પણ આ સમયગાળા દરમિયાન સ્વતંત્રતાનો અર્થ જુદી-જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરશે. કિંજલની માતા રાખી દવે પણ આ ઉજવણીમાં સામેલ થશે. રાખી કિંજલને પૂછશે કે શું તેં અને પારિતોષે ભવિષ્ય વિશે વિચાર્યું છે કે નહીં? કિંજલ રાખીને, દરેકને આ દિવસ આનંદથી પસાર કરવા દેવા કહેશે. આજે રાત્રે તે અનુપમામાં બતાવવામાં આવશે કે પારિતોષ સમજી જશે કે અનુપમા તેના સ્થાને કેટલી યોગ્ય છે.
પારિતોષ અનુપમાને બધાની સામે ગળે લગાવશે અને પોતાની ભૂલ માટે માફી પણ માગશે. આ દરમિયાન બધા ભાવુક થઈ જશે. હવે અનુપમા અને પારિતોષનું પૅચ-અપ રાખી દવેને ગળે નહીં ઊતરે .આવી સ્થિતિમાં તે કાવ્યાને પોતાનું આગામી લક્ષ્ય બનાવશે. રાખી દવે કાવ્યાને તેની કંપનીમાં ડબલ સેલેરી પર નોકરીની લાલચ આપશે. વળી, તે કાવ્યાને વનરાજને આ માટે મનાવવા કહેશે. એ જોવું રહ્યું કે રાખી દવે અને કઈ રીતે શાહ પરિવારમાં ભાગલા પાડશે.