ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
રાજ્યસભામાં હંગામો કરનારા સદસ્યો વિરૂદ્ધ કાર્યવાહી માટે સત્તારૂઢ ગઠબંધન અને વિપક્ષના સાંસદોની એક સમિતિ બનાવવામાં આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આશરે 7થી 9 જેટલા વરિષ્ઠ સદસ્યો આ સમિતિનો હિસ્સો બની શકે છે. એક મહિનાની અંદર તેમને પોતાનો રિપોર્ટ અને ભલામણો આપવા માટે કહેવામાં આવી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તે સાંસદો પર આકરી કાર્યવાહી કરવા ઈચ્છે છે જેમણે ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં હંગામો કર્યો.
આ પ્રકારના વિક્ષેપના કારણે આશરે 130 કરોડ રૂપિયા કરતા વધારેનું નુકસાન થયું છે. રવિવારે સરકારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, જે રાજ્યસભાના સભાપતિ પણ છે તેમને એક લેખિત ફરિયાદ મોકલી હતી જેમાં સાંસદોનું નામ લખવામાં આવ્યું હતું.
રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, આ તારીખે જામીન અરજી પર થશે સુનાવણી