‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે નિભાવી હતી ‘કોઈ મિલ ગયા’માં એલિયનની ભૂમિકા; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

ગુરુવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી ચૂકેલા કલાકારે રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયામાં જાદુ’ (એલિયન)ની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયાને રિલીઝ થયે 18 વર્ષ થઈ ચૂક્યાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જાદુની ભૂમિકા પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોઈ મિલ ગયામાં જાદુની ભૂમિકા ઇન્દ્રવદન પુરોહિતે ભજવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓ દયાબહેનના દૂરના સંબંધીની ભૂમિકામાં નજર આવી ચૂક્યા છે. એક વાર તેઓ દયાબહેનના ભાઈ સુંદરની સાથે શ્રી સાઈ ભક્ત મંડળ ટીમમાં નજર આવી ચૂક્યા છે. સાથોસાથ ઇન્દ્રવદન પુરોહિત કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ દિવ્યાંગ છે. અસલમાં તેમનું કદ વધ્યું જ નહીં. છતાં પણ તેઓ 250થી પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

લેજન્ડરી સિંગર કિશોરકુમારની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે તેમનો દીકરો અમિતકુમાર, પિતા પર શરૂ કર્યું રિસર્ચ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More