ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
સામાન્ય મુંબઈગરા માટે લોકલ શરૂ કરવા અંગે હવે ભાજપે આંદોલન છેડ્યું છે. કોરોના પ્રતિબંધાત્મક રસીના બંને ડોઝ મેળવેલ લોકોને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવા હેતુ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરના નેતૃત્વ હેઠળ આ અંદોલન બોરીવલી રેલવે સ્ટેશનની બહાર કરાયું હતું. લાંબા સમયથી પ્રવાસી સંઘો માગણી કરી રહ્યા છે કે રસીના બંને ડોઝ મેળવેલ લોકોને લોકલમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવે.
આ ઉપરાંત અગાઉ પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખી આ માગણી કરી હતી. જોકેરાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતાં ભાજપના નેતા અને કાર્યકરો આંદોલન પર ઊતર્યા હતા, એમ દરેકરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે “કોરોના કાળમાં લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને નોકરિયાત વર્ગે ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે રોજ ૭૦૦-૮૦૦ રૂપિયા ખર્ચવા પડે છે.”
જો લોકોને બસમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે, તો ટ્રેનમાં પણ પ્રવાસ કરવાની પરવાનગી કેમ ન આપી શકાય?
ઉલ્લેખનીય છે કે દરેકરે કહ્યું હતું કે “કોરોના મહામારીને કારણે લોકલ બંધ કરવામાં આવી હતી, પરંતુ જનતા કોરોના દ્વારા નહિ, પરંતુ ભૂખમરાને કારણે મરી જશે. મુખ્ય પ્રધાને અહંકારને કારણે લોકલ શરૂ કરવાનો નિર્ણય કરતા નથી.”