બાપરે! મુંબઈના આ વિસ્તારને 40 વર્ષ બાદ મળી વીજળી.. આ નગરસેવકના પ્રયાસ થયા સફળ જાણો વિગત ..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,17 જુલાઈ  2021

શનિવાર,

દેશના હજારો ગામડામાં હજી સુધી વીજળી પહોંચી શકી નથી. પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઈના જ એક ખૂણામાં આવેલા વિસ્તારની હાલત પણ કંઈ આવી છે. અહીના નાગરિકો 40 વર્ષથી અંધારામાં જીવી રહ્યા હતા. છેવટે સ્થાનિક નગરસેવક જગદીશ ઓઝાના પ્રયાસ બાદ દહિંસર (પૂર્વ)માં આવેલા સદાનંદ ચાલી વિસ્તારમાં રહેવાસીઓના વીજળીનું જોડાણ મળ્યું છે.

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા મુંબઈમાં લોહીની તીવ્ર તંગી સર્જાઇ, માત્ર આટલા દિવસ ચાલે તેટલો  જથ્થો બચ્યો ; જાણો વિગતે

નગરસેવક જગદીશ ઓઝાના જણાવ્યા મુજબ સદાનંદ ચાલીમાં છેલ્લા 40 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નહોતું. તેથી અહીના રહેવાસીઓ વર્ષોથી અંધારામાં જ રહેતા હતા. મુંબઈનો ભાગ હોવા છતા અહીંના રહેવાસીઓ તેમના મૂળભૂત અધિકારી કહેવાતા પાણી  અને વીજળીથી વંચિત હતા વર્ષોથી  મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા હતા. છેવટે જુદા જુદા સરકારી ખાતાઓમાં અરજી કર્યા બાદ ભારે પ્રયાસ બાદ અહીના રહેવાસીઓના કાયદેસર રીતે વીજળીનું જોડાણ અને પાણીનું જોડાણ મળ્યું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More