ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
ટીવીની લોકપ્રિય અભિનેત્રી સૌથી સુપરનેચરલ શો નાગિનનો ભાગ રહી ચુકેલી અભિનેત્રી સુરભી જ્યોતિ આજકાલ પોતાના બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

તાજેતરમાં સુરભી એ તેના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ તસવીરોમાં સુરભિએ તેનો બોલ્ડ અવતાર ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરોમાં સુરભિએ શીર ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં નજરે પડી રહી છે. આ સ્ટાઇલિશ આઉટફિટમાં તે અલગ અંદાજમાં હોટ પોઝ આપતી નજરે પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરભી જ્યોતિએ 2012 માં હિન્દી ટીવી ઉદ્યોગમાં ટીવી શો ‘કાબુલ હૈ’ દ્વારા પ્રવેશ કર્યો હતો. ‘કાબુલ હૈ’ માં તેણે ઝોયા ફારૂકી નામની છોકરીની ભૂમિકા ભજવી હતી.

આ સીરીયલને કારણે તેને ઘણા એવોર્ડ મળ્યા. એકતા કપૂરની નાગિન સિરિયલની સિરીઝ -3 માં સુરભી પણ જોવા મળી છે. છેલ્લે તે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘કુબુલ હૈ 2.0’ માં નજર આવી હતી.
