ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
મુંબઈમાં વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈમાં આવેલું તુલસી તળાવ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં તુલસીનો સમાવેશ થાય છે. તુલસીની પાણી સમાવાની ક્ષમતા 8,046 મિલિયન લિટરની છે.
સવારના ચાર વાગ્યાથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે સવારના 11.00 વાગ્યે તુલસી છલકાઈ ઊઠ્યું હતું. ગયા વર્ષે 27 જુલાઈના તુલસી છલકાયું હતું, તો 2019ની સાલમાં 12 જુલાઈના જ તુલસી છલકાઈ ગયું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં સૌથી નાનું તુલસી તળાવ છે. એમાંથી પ્રતિદિન 1.8 કરોડ લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. પાલિકના કહેવા મુજબ છેલ્લા થોડા દિવસથી એના કૅચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડી રહ્યો છે. એથી શુક્રવારના સવારના તુલસી છલકાઈ ગયું હતું.
બહુ ગાજેલા ગાંધી માર્કેટ પમ્પિંગ સ્ટેશનનું સુરસુરિયું થઈ ગયું, ભારે વરસાદમાં ફરી વળ્યાં પાણી; જાણો વિગત
મુંબઈમાં 1879ની સાલમાં આ કૃત્રિમ તળાવને બાંધવામાં આવ્યું હતું. એ સમયે તળાવ બાંધવા માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તળાવ 6.76 કિલોમીટરના પરિસરમાં ફેલાયેલું છે.
સારા સમાચારઃ મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું. #mumbairain #mumbai #monsoon #mumbaikar #watersupply #dam #mumbaidam #overflow #rainydays #mumbailife #dreamcity #rain #tulasidam #water #waterproblem #mumbainews #mumbaiupdate #rainyseason pic.twitter.com/bsXWAJ8Rx8
— news continuous (@NewsContinuous) July 16, 2021