ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
વર્ષોથી વેસ્ટર્ન સબર્બમાં અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં પાણીની મોકાણ રહી છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં રહેલી પાણીની જૂની પાઇપલાઇન બદલી નાખવાનો નિર્ણય લીધો છે. એને પગલે અંધેરીથી દહિસર સુધીના વિસ્તારના રહેવાસીઓને પૂરતું પાણી મળી શકશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકા આ યોજના પાછળ લગભગ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
સારા સમાચાર : ભારતને મળ્યું આ ચેમ્પિયનશિપનું યજમાન પદ, વર્ષ 2009 પછી પહેલી વાર થશે આવું ; જાણો વિગતે
મુંબઈ મહાનગરપાલિકા અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં આવેલી જૂની અને જીર્ણ થઈ ગયેલી પાણીની પાઇપલાઇન બદલી નાખવાની છે. લગભગ 30 જગ્યાએ પાઇપલાઇન બદલવામાં આવશે. એમાં 80 મિલીમીટર વ્યાસથી 450 મિલીમીટર વ્યાસની પાઇપલાઇનનો સમાવેશ થાય છે.
વર્ષો જૂની પાઇપલાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણીના ગળતરની તકલીફ રહી છે. અમુક જગ્યાએ પાણીની લાઇન જૂની થઈ ગઈ છે, તો અમુક જગ્યાએ સિમેન્ટ કોંક્રીટના રસ્તા નીચે પાઇપલાઇન દબાઈ ગઈ છે. એથી દૂષિત પાણીની સાથે ગળતરની ફરિયાદ રહેતી હોય છે.