સાયરાબાનુ સાથે પ્રેમ હોવા છતાં દિલીપકુમારે પાકિસ્તાની બ્યુટી ક્વીન સાથે લગ્ન કર્યાં હતાં, પણ કેમ? જાણો અહીં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જુલાઈ ૨૦૨૧

ગુરુવાર

દિલીપકુમારે સાયરાબાનુ સાથે વર્ષ ૧૯૬૬ લગ્ન કર્યાં હતાં, પણ ઘણાને ખબર નહીં હોય કે દિલીપકુમારે સાયરાબાનુ સાથે લગ્ન કર્યાંનાં 16 વર્ષ બાદ બીજા લગ્ન કર્યાં હતાં અને એથી સાયરાબાનુનું દિલ તૂટી ગયું હતું. દિલીપકુમાર સાયરાબાનુને જીવથી વધારે ચાહતા હતા, પણ તેમણે 80ના દાયકામાં પાકિસ્તાની બ્યુટી ક્વીન અસમા રહેમાન સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં હતાં. દિલીપકુમારે હંમેશાં આ અહેવાલોને નકાર્યા હતા, પણ વર્ષો પછી તેમણે તેના પર મૌન તોડીને આ લગ્નને પોતાના જીવનની મોટી ભૂલ ગણાવી હતી.ઑનલાઇન મીડિયા રિપૉર્ટ પ્રમાણે અસમા રહેમાન સાથે દિલીપકુમારે હૈદરાબાદમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ અસમાને મુંબઈના પાલી હિલ ખાતે આવેલા બંગલામાં રહેવા માટે લઈ આવ્યા હતા. સાયરાબાનુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ભડકી ઊઠ્યાં હતાં.પહેલા તો દિલીપકુમારે લગ્નનો ઇનકાર કરી દીધો હતો, પણ બાદમાં તે્મણે બીજા લગ્નની કબૂલાત કરી હતી.

પ્રેગ્નન્સી દરમિયાન સાયરાબાનુ સાથે ઘટી હતી આ ઘટના; જેને કારણે તેઓ કદી માતા ન બની શક્યાં અને દિલીપકુમાર કાયમ નિ:સંતાન રહ્યાં

સાયરાબાનુએ અસમાને પાકિસ્તાન પાછી મોકલી દેવા માટે કહ્યું હતું. સાયરાબાનુના મિસકૅરેજના સમાચાર સાંભળ્યા બાદ દિલીપકુમાર ચોધાર આંસુએ રડ્યા હતા. એ પછી સંતાન માટે દિલીપકુમારે અસમા રહેમાન સાથે લગ્નનો નિર્ણય કર્યો હતો. જોકે સાયરાબાનુની નારાજગી બાદ તેમનાં બીજા લગ્નજીવનનો અંત આવી ગયો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More