ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
બિનભાજપ શાસિત રાજ્યો જે ઍપનો અસ્વીકાર કરતાં હતાંએને હવે વિશ્વના ૫૦ દેશો સ્વીકારવા તૈયાર છે. કૅનેડા, મેક્સિકો, નાઇજીરિયા અને પનામા સહિત લગભગ 50 દેશોએ પોતાના વેક્સિનેશન અભિયાન માટે કોવિન જેવી સિસ્ટમને અમલમાં મૂકવામાં રસ દાખવ્યો છે અને ભારતને આ સૉફ્ટવેર શૅર કરવાની પણ વિનંતી કરી છે. કોવિન ઍપના અધ્યક્ષ ડૉ. આર.એસ. શર્માએ આ અંગેની માહિતી મીડિયાને આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સૉફ્ટવેરનું એક ઓપન સોર્સ વર્ઝન તૈયાર કરી અને એમાં રુચિ દેખાડનારા કોઈપણ દેશને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. હવે આ સૉફ્ટવેરને શૅર કરવા માટે ભારતીય ઉદ્યોગ પરિસંઘ દુનિયાભરના સ્વાસ્થ્ય અને ટેક્નિકલ વિશેષજ્ઞોનું એક વૈશ્વિક સંમેલન 5 જુલાઈના રોજ ડિજિટલ માધ્યમથી આયોજિત કરશે.
કોરોનાની સૌથી વધારે અસરકારક ગણાતી આ વિદેશી વેક્સિનને ડીજીસીઆઈએ આપી મંજૂરી, જાણો ક્યારથી આવશે ભારતમાં
ઉલ્લેખનીય છે કે આવા કુશળ સૉફ્ટવેરનો વપરાશ કરવાનો પણ ઘણા બિનભાજપ શાસિત રાજ્યોએ વિરોધ કર્યો હતો અને પોતાની બીજી ઍપ બનાવવાની વાતો કરતાં હતાં. હવે આ જ ઍપમાં વિશ્વના ૫૦ જેટલા દેશોએ રુચિ દાખવી છે જે ભારતમાં માટે અચૂક ગર્વ લેવા જેવી બાબત છે.