ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
ટીવી સીરીયલ એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી જાણીતી કવિતા કૌશિક પોતાની ફિટ બોડીને શૉ કરવાની એક પણ તક નથી છોડતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

કવિતા કૌશિકએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે.જેમાં તે પરફેક્ટ ફિટ લાગી રહી છે. આ તસ્વીરોમાં કવિતાનું પરફેક્ટ ટોન્ડ ફિગર અત્યંત કાતિલ લાગી રહ્યું છે. તેમણે આ ફોટોઝ દરિયા કિનારે ક્લિક કર્યા છે. તસ્વીરોમાં કવિતા શોર્ટ્સ ની સાથે ક્રોપ ટોપ પહેરીને યોગ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ આ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મારી અંદર યોગી જેવું કઈ જ નથી છતાં બધું જ છે. મહાદેવ યોગી છે અમે બધા તો માત્ર ચાહક છીએ ભક્ત છીએ, કટ્ટર, સારા ખરાબ બધા એક જ છે. નાના યોગીઓ પોતાની તકલીફોથી બહાર આવવા પ્રયાસો કરે છે.

ઉલ્લેખનીય છે કે કવિતા કૌશિકને યોગ કરવા ખુબ પસંદ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના યોગ કરતા ફોટોઝ અને વિડિયોઝ શેર કરતી રહે છે. તે યોગ દ્વારા પોતાની વાત ફેન્સ સુધી પહોંચાડે છે. જણાવી દઈએ કે કવિતા કૌશિકે 27 જાન્યુઆરી 2017માં પોતાના મિત્ર રોનિત બિસ્વાસ સાથે લગ્ન કરી લીધા હતા.