ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
મુંબઈ શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે બોગસ રસીકરણ અને હૉસ્પિટલોની બેદરકારીના મામલા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દહિસરમાં સામે આવ્યો છે. જ્યાં હૉસ્પિટલ દ્વારા કોવિડના દર્દીને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે.
દહિસર (પૂર્વ) માં રહેતી નિશા ચૌહાણને ગુરુવારે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને બેડ પણ મળ્યો નહોતો. ત્યાર બાદ તેના પરિવારના સભ્યોની વિનંતી પર સ્ટ્રેચર પર નિશાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે મોડી રાત્રે નિશા ચૌહાણનું મોત નીપજ્યું હતું.
સારવાર દરમિયાન નિશાનું કોવિડ માટે બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં બંને વખત કેટલીક તકનિકી ખામીઓને કારણે તેનો કોરોના રિપૉર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં હૉસ્પિટલ દ્વારા નિશાના પરિવારજનોને તેની ડેડ બૉડી આપવામાં આવી નથી.