21 જૂન એટલે કે આજથી દેશભરમાં, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિ:શુલ્ક કોરોના રસી આપશે.
આ માટે સરકાર કોરોના રસી ઉત્પાદકો પાસેથી કુલ રસી ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ખરીદશે અને રાજ્ય સરકારોને મફત આપશે.
કેન્દ્ર સરકાર રાજ્યોની વસ્તી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અને રસીકરણની ગતિ અનુસાર રસી આપશે.
જોકે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો ભારતમાં બનાવવામાં આવતી રસીમાંથી 25% સીધી લઈ શકશે
ખાનગી હોસ્પિટલો કોરોના રસીના નિયત ભાવ પછી એક માત્રા માટે વધુમાં વધુ 150 રૂપિયા ચાર્જ વસૂલ કરી શકશે. તેના દેખરેખનું કાર્ય રાજ્ય સરકારો પાસે રહેશે.
ઉલ્લેખનીય છે કે, અનેક રાજ્ય સરકારોએ સૂચન કર્યું હતું કે તેમને સ્થાનિક જરૂરિયાતોને આધારે સીધી રસી લેવામાં અને તેમની અગ્રતા અનુસાર આપવાની રાહત આપવામાં આવે. ત્યારબાદ સરકારે માર્ગદર્શિકામાં સુધારો કર્યો.
ઉત્તરાખંડમાં આ તારીખ સુધી કોવિડ કર્ફ્યુ વધારવામાં આવ્યો, સરકારે આપી આ છૂટછાટ ; જાણો વિગતે