203
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુશળધાર વરસાદને પગલે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. તેને પગલે બેસ્ટની બસના અનેક રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.
બેસ્ટ પ્રશાસનની જાહેરાત મુજબ માનખુર્દમાં તથા સાયન પનવેલ રોડ પર ભરાયેલા પાણીને કારણે વાયા માનખુર્દ બ્રિજ દોડતી 501, 502, 504, 505 નંબરની બસને ડાઈવર્ટ કરવામાં આવી હતી. 521 લિમિટેડ તથાA-60 અને A-372 નંબરની બસને મહારાષ્ટ્ર નગર ફલાયઓવરથી ડાઈવર્ટ કરવામાં આવી હતી. સાયનના મેઈન રસ્તા પર દોડતી 7, 10, 25 નંબરની બસને ડાઈવર્ટ કરવામાં આવી હતી. 181 નંબરની બસને એન્ટોપ હીલ પર જ રોકી દેવામાં આવી હતી.
આવ રે વરસાદ!!! બેસ્ટની બસ ની અંદર પણ શરૂ થયો વરસાદ. ડ્રાઇવર પોતે છત્રી લઈને બસ ચલાવે છે. જુઓ વિડિયો
તો રુઈયા કોલેજ, વડાલા બ્રિજ, એન્ટોપ હિલથી જતી 5,6,7,8,21 અને 27 નંબરની બસને પણ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી.

You Might Be Interested In