ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
મુંબઈમાં પહેલી જૂનથી વારાફરતી દુકાનો એક દિવસ છોડીને ખુલ્લી રાખવાની BMCએ મંજૂરી આપી છે પરંતુ પાલિકાના નિયમોમાં રહેલી અનેક ગૂંચવણોને પગલે પહેલા જ દિવસે મુંબઈમાં બંને તરફની દુકાનો ખુલ્લી હતી. મોટા ભાગના મુંબઈના વિસ્તારોમાં આવી જ હાલત જોવા મળી હતી.
રસ્તાની ડાબી તરફની દુકાન કઈ ?અને જમણી તરફની દુકાનો કઈ? એ બાબતને લઈને ભારે ગરબડ જોવા મળી હતી. મુંબઈ મહાનગરપાલિકાના નિયમોમાં રહેલી અસ્પષ્ટતાને કારણે બજારમાં બંને તરફથી દુકાનો ખુલ્લી જોવા મળી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે કોરાનાને પગલે એપ્રિલ 2021થી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આકરા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા. જેમાં અત્યાવશ્યક દુકાનોને સવારના 7થી 11વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી હતી. એથી બે મહિના બાકીની તમામ દુકાનો બંધ હતી. આ દરમિયાન સોમવારે મહારાષ્ટ્ર સરકારે કોરોના નિયંત્રણમાં હોય ત્યાં તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવાનો અધિકાર પાલિકાઓને આપ્યો હતો. એ મુજબ મુંબઈ મનપાએ સોમવારે નવા નિયમ જાહેર કર્યા હતા.
SBI ના બેંકે કામકાજના સમયમાં ફેરફાર કર્યો, હવેથી બેંક આટલા કલાક કામ કરશે ; જાણો વિગતે
નવા નિયમ મુજબ 15 જૂન સુધી અત્યાવશ્યક સહિત તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ શનિવાર અને રવિવાર તમામ દુકાનો બંધ રહેશે. અઠવાડિયામાં સોમવાર, બુધવાર અને શુક્રવારે જમણી બાજુની તો મંગળવાર અને ગુરુવારે ડાબી તરફની દુકાનો ખુલ્લી રહેશે. બીજા અઠવાડિયામાં ડાબી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ખુલ્લી રહેશે, તો જમણી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ખુલ્લી રહેશે.