દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુર ભડક્યું; આપ્યું આ નિવેદન, જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

બુધવાર

કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુરના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે સિંગાપુર ભડકી ઊઠ્યું છે. સિંગાપુરની સરકારે ભારતના હાઈ કમિશનને બોલાવી કેજરીવાલના સિંગાપુર વેરિયન્ટપર કરેલા ટ્વીટ વિશે સખત આપત્તિ જતાવી છે.

હકીકતમાં કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે સિંગાપુરમાં આવેલા કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે અત્યંત જોખમી હોવાનું કહેવાય છે, ભારતમાં એ ત્રીજી લહેર તરીકે આવી શકે છે. મારી અપીલ છે કે સિંગાપુર સાથેની હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. બાળકો માટે પણ રસીના વિકલ્પો બાબતે પ્રાથમિકતા આપવી જોઈએ.આ ટ્વીટને લઈ સમગ્ર વિવાદ જાગ્યો હતો. સિંગાપુરના ભારત દૂતાવાસે આ બાબતે ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કેસિંગાપુરમાં નવો કોવિડનો કોઈ વેરિયન્ટ નથી. ફિલોજેનેટિક પરીક્ષણમાં જણાયું છે કે સિંગાપુરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત, ઘણા કોવિડ કેસોમાં બી.૧.૬૧૭.૨ વેરિયન્ટ જોવા મળ્યું છે.આ વેરિયન્ટ પહેલાં ભારતમાં જોવાયું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ આ વિશે સ્પષ્ટતા કરવી પડી હતી. એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન ભારત માટે બોલતા નથી. ઉપરાંત સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ દાવાને ફગાવી દીધો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More