ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે લોકોના વેક્સિનેશન માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેન્ડર બહાર પાડીને એક કરોડથી વધુ વેક્સિન ખરીદવામાં આવશે. હજી તો આ ટેન્ડર બહાર પડ્યું નથી ત્યાં જ ટેન્ડરના ભવિષ્ય સંદર્ભે ચિંતા વ્યક્ત થઈ રહી છે. વાત એમ છે કે ભારત દેશમાં માત્ર ત્રણ વેક્સિનને વેચાણ માટે છૂટ મળી છે. પહેલી વેક્સિન એટલે કે કોવિશીલ્ડ, બીજી વેક્સિન એટલે કોવેક્સિન અને ત્રીજી એટલે સ્પુટનિક. આ ત્રણ સિવાય અન્ય ચોથી કોઈપણ વેક્સિનને ભારતમાં વેચાણની અનુમતિ નથી. પહેલી બે વેક્સિનનું ભારતમાં ઉત્પાદન થાય છે, જ્યારે કે સ્પુટનિક વેક્સિન રશિયાથી ભારતમાં આવે છે અને એ ટૂંક સમયમાં ભારતમાં ઉત્પાદન શરૂ કરશે.
આ બધી પરિસ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા પછી હાથમાં કશું નહીં આવે.