311
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ હતી. આ ટેલિફોનિક વાતચીત કોરોના ના મુદ્દે લડાઈ આગળ કઈ રીતે વધારવી તે સંદર્ભે થઈ હતી.
વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની પીઠ થાબડી હતી અને મહારાષ્ટ્ર જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તેના ભરપેટ વખાણ કર્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મદદ પહોંચાડવા બદલ વડાપ્રધાન નો આભાર માન્યો હતો.
ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..
આ વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સીજનની માગણી કરી હતી.
આમ મહારાષ્ટ્રમાં ભરે ભાજપ-શિવસેના સામે આક્રમક રહ્યું હોય. પરંતુ વડાપ્રધાન સ્તર પર શાંતિ જળવાઈ રહી હોય તેવું દેખાય છે.
You Might Be Interested In