ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
'અભી બોલા, અભી ફોક' આવી હાલત મુંબઈ પોલીસની છે. રવિવારથી મુંબઈ પોલીસે આખા શહેરમાં નવો ચીલો ચાતર્યો હતો જે મુજબ તમામ વાહનોને લાલ અને પીળા તેમજ લીલા સ્ટીકર લગાડવાનો આદેશ આપ્યો હતો. તેમજ કયા વાહને કહ્યું સ્ટીકર લગાવવું તેની પણ સૂચિ જાહેર કરી હતી. હવે અચાનક મુંબઈ પોલીસે પોતાની આ સિસ્ટમને રદ કરી નાખી છે. મુંબઈ પોલીસે ટ્વીટર માધ્યમથી જણાવ્યું કે હવે મુંબઈના વાહનચાલકોએ પોતાના વાહન પર આવા કોઈ સ્ટીકર લગાડવાની જરૂર નથી. આ ઉપરાંત મુંબઇ પોલીસે સ્પષ્ટતા કરી છે કે તેઓ વગર કારણે વાહન ઘરની બહાર નીકળે છે કે કેમ તેની તપાસણી પહેલાની મુજબ ચાલુ રાખશે.
આમ મુંબઈ પોલીસના આદેશ પ્રમાણે ૨૦ રૂપિયામાં લોકોએ જે સ્ટીકરો ખરીદ્યા હતા તે સ્ટીકર તેમને માથે પડ્યા છે.
Dear Mumbaikars.The red, yellow, green #EmergencyStickers categorisation is being discontinued. However, thorough checks shall continue & we hope you will stand by us in #TakingOnCorona & avoid all non-essential / non-emergency movement outside home #StayHomeStaySafe
— Mumbai Police (@MumbaiPolice) April 23, 2021
