ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
કોરોના મહામારીનો વ્યાપ દુનિયાના ખૂણે ખૂણે થી વધીને હવે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયો છે.
નોર્વેના એક પર્વતારોહકમા કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. આ પર્વતારોહકને એવરેસ્ટની પહાડીઓમાંથી હેલિકોપ્ટર દ્વારા નેપાળની રાજધાની કાઠમંડુમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં એનો હોસ્પિટલમાં કોરોના સંદર્ભે ઈલાજ ચાલી રહ્યો છે. જોકે નોર્વેના પર્વતારોહકની સાથે એક શેરપા પણ કોરોના સંક્રમણનો શિકાર થયો છે. નોર્વેના પર્વતારોહકના મતે પહાડની ઊંચાઈ પર કોઈ કોરોના સંક્રમિત નહિ હોય માટે જ તે માઉન્ટ એવરેસ્ટ શિખર ચઢવા ગયો હતો.
આ ઘટનાને કારણે નેપાળમાં પર્વતારોહકોના આવવાની આશા પર પાણી ફરી ગયું છે. પર્વતારોહક ને આકર્ષવા માટે ક્વોરનટાઈન નિયમોમાં છૂટ આપ્યા છતાં પણ તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાઠમંડુની એક હોસ્પિટલમાં એવરેસ્ટ શિખરથી કોરોનાના દર્દીઓ આવ્યાની પુષ્ટિ થઈ છે.