ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
કાંદીવલી પશ્ચિમમાં મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ માં ફરી એક વખત કોરોના કેર સેન્ટર શરૂ કરવાના મામલે રાજકારણ ખેલાયું છે. આ કોરોના સેન્ટરને શરૂ કરવા સંદર્ભે ભાજપના નેતાઓ અને ગોપાળ શેટ્ટીએ પ્રયત્ન કર્યા હતા.
ગત વર્ષે ઉદઘાટન વખતે ભાજપના તમામ મોટા નેતાઓ આવ્યા હતા. ભાજપ ને આ મામલે ક્રેડિટ મળતા શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકાએ આ સેન્ટરને બંધ કરવાના આદેશ આપ્યા.
હવે જ્યારે ફરી એક વખત કોરોના કેર સેન્ટર શરૂ કરવાની વાત થઈ ત્યારે બીએમસીએ જોરદાર ફાચર મારી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ આ સેન્ટરને શરૂ કરવાની પરવાનગી ત્યાં સુધી ન આપી જ્યાં સુધી આ સેન્ટરમાં કોંગ્રેસના કોઈ નેતા આવતા નથી. આ સંદર્ભે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ ધરણા પ્રદર્શન કર્યા. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ પાવનધામ કોરોના કેર સેન્ટર ને પરવાનગી ના આપી.
બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…
હવે જ્યારે ભાજપનાં ધરણાં પૂરા થઈ ગયા ત્યારે દક્ષિણ મુંબઈના પાલક મંત્રી અને મલાડ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખ ની મધ્યસ્થી પછી આ સેન્ટરને કાર્યરત થવાની પરવાનગી આપવામાં આવી. આટલું જ નહીં અસલમ શેખ પોતે અહીં આવ્યા અને તેમની હાજરીમાં સેન્ટર શરૂ થયું.
આમ એક જૈન મંદિરમાં શરૂ થયેલા કોરોના કેર સેન્ટર ને શરૂ કરવાના મામલે ભાજપ અને કોંગ્રેસ તેમજ શિવસેના આમને સામને છે.
બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…#Mumbai#Borivali #covidcarecentre pic.twitter.com/yhoAiFWMax
— news continuous (@NewsContinuous) April 21, 2021